Free Aadhaar Update: આધાર કાર્ડ ભારતમાં દરેક નાગરિક માટે એક અગત્યનો દસ્તાવેજ છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ અથવા લિંગ ખોટું છે, તો તમારા માટે આજે છેલ્લો અવસર છે એ સુધારવા માટે. 14 જૂન 2025 પછી આ બધું સુધારવા માટે હવે ₹50 ફી ભરવી પડશે.
ફ્રી આધાર અપડેશન સ્કીમ શું છે ?
UIDAI દ્વારા ચાલી રહેલી એક ખાસ સ્કીમ હેઠળ યુઝર્સ 14 જૂન 2025 સુધી ઓનલાઇન આધારમાં ફેરફાર કરી શકે છે અને તે પણ બિલકુલ મફતમાં. આ સ્કીમ હેઠળ તમે તમારા આધારની ડેમોગ્રાફિક વિગતો જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ અને લિંગ સુધારી શકો છો.
આધાર અપડેટ કરવાની પ્રક્રિયા
1. myAadhaar પોર્ટલ પર જાઓ
UIDAI ની વેબસાઇટ (uidai.gov.in) અથવા myaadhaar.uidai.gov.in ખોલો. Login પર ક્લિક કરો, તમારું 12 અંકનું આધાર નંબર નાખો અને રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલું OTP નાખીને લોગિન કરો. જો મોબાઇલ નંબર લિંક ન હોય તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને પહેલા તે અપડેટ કરાવો.
2. અપડેટ વિકલ્પ પસંદ કરો
લોગિન કર્યા પછી “Update Your Aadhaar” વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ નામ, સરનામું, જન્મ તારીખ કે લિંગ બદલવાનો વિકલ્પ પસંદ કરો.
3. નવી માહિતી દાખલ કરો અને દસ્તાવેજ અપલોડ કરો
જ્યારે જે માહિતી સુધારવી હોય તે લખો. ત્યારબાદ આધાર માન્ય દસ્તાવેજો અપલોડ કરો.
નમૂના તરીકે:
- સરનામું બદલવા માટે: રેશન કાર્ડ, વીજબીલ, મતદાર ઓળખપત્ર
- જન્મ તારીખ માટે: જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ
- નામ બદલવા માટે: પાસપોર્ટ, પાન કાર્ડ
4. સ્ટેટસ ચેક કરો
સબમિશન પછી તમને SRN (Service Request Number) મળશે. તેનો ઉપયોગ કરીને તમે “Check Aadhaar Update Status” વિભાગમાંથી તમારા અપડેટની સ્થિતિ જોઈ શકો છો. આમ નિયમિત રીતે સ્ટેટસ ચેક કરો. આખી પ્રક્રિયામાં 7 થી 30 દિવસ લાગી શકે છે.
કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?
- માત્ર માન્ય અને સ્પષ્ટ દસ્તાવેજ જ અપલોડ કરો
- મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે, નહીં તો OTP નહીં આવે
- UIDAI ની વેબસાઇટ પર મંજૂર દસ્તાવેજોની યાદી જોઈ લો
- છેલ્લી તારીખ: 14 જૂન, 2025
જો તમે હજી સુધી તમારા આધારમાં કોઈ ભૂલ સુધારવાની પ્રક્રિયા શરૂ નથી કરી, તો આજે જ myAadhaar પોર્ટલ પર જઈને મફતમાં અપડેટ કરો. પછી તમારું પણ પૈસા લાગશે આધાર સુધારવા માટે
સત્તાવાર વેબસાઈટ: https://myaadhaar.uidai.gov.in
ડિસક્લેમર: ઉપર આપેલી માહિતી UIDAI ની સત્તાવાર જાહેરાતો પર આધારિત છે. વધુ માહિતી માટે myAadhaar પોર્ટલની મુલાકાત લો.
Read more-